NCERT Book: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના તમામ પુસ્તકોમાં હવે ઇન્ડિયા (INDIA)ને બદલે ભારત નામ લખવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ તમામ શાળાના વર્ગોમાં 'INDIA' શબ્દના સ્થાને 'ભારત' શબ્દનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે રચાયેલી સમિતિએ આ ભલામણ કરી છે. NCERT ડાયરેક્ટર ન્યૂઝ18 ને કહ્યું કે અત્યારે આ માત્ર એક ભલામણ છે. તેને મંજૂરી મળવાની બાકી છે. "અત્યાર સુધી અમે કંઈપણ સ્વીકાર્યું નથી," તેમણે કહ્યું. પેનલે તેનો રિપોર્ટ મોકલી આપ્યો છે. આ દરખાસ્ત ઘણા મહિનાઓ પહેલા મૂકવામાં આવી હતી."

