ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના કારણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIને કોર્ટમાં ખેંચી શકે છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એટલે કે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ)માં કેસ દાખલ કરવાનું વિચારી રહ્યું છે. આવા અહેવાલો એટલા માટે સામે આવ્યા છે કારણ કે ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ કારણોસર PCB આ સ્ટેપ ભરી શકે છે.

