વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમની યુએસ મુલાકાત દરમિયાન, અમેરિકન ટેક કંપનીઓના CEO સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતના ગ્રોથની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપવા માટેની પહેલોની ચર્ચા કરી હતી. મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના બીજા તબક્કા દરમિયાન રવિવારે લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં આ બેઠક થઈ હતી. બેઠકમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી એડવાન્સ ટેક્નોલોજી પર કામ કરતી 15 અગ્રણી અમેરિકન કંપનીઓના CEOએ હાજરી આપી હતી. આ બેઠક ખૂબ જ સફળ રહી.