Get App

PM Modi Vande Bharat trains : પીએમ મોદીએ 9 વંદે ભારત ટ્રેનને આપ્યું ગ્રીન સિગ્નલ, જેમાં ગુજરાતને મળી એક ટ્રેન, કેસરી રંગની વંદે ભારત ટ્રેનની જોઇ લો યાદી

PM Modi Flagged 9 Vande Bharat trains : પીએમ નરેન્દ્ર મોદી રવિવાર એક સાથે નવી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ નવી વંદે ભારત ટ્રેનમાં એક ગુજરાત માટેની ટ્રેન છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 25, 2023 પર 11:01 AM
PM Modi Vande Bharat trains : પીએમ મોદીએ 9 વંદે ભારત ટ્રેનને આપ્યું ગ્રીન સિગ્નલ, જેમાં ગુજરાતને મળી એક ટ્રેન, કેસરી રંગની વંદે ભારત ટ્રેનની જોઇ લો યાદીPM Modi Vande Bharat trains : પીએમ મોદીએ 9 વંદે ભારત ટ્રેનને આપ્યું ગ્રીન સિગ્નલ, જેમાં ગુજરાતને મળી એક ટ્રેન, કેસરી રંગની વંદે ભારત ટ્રેનની જોઇ લો યાદી
PM Modi Flagged 9 Vande Bharat trains : પીએમ નરેન્દ્ર મોદી રવિવાર એક સાથે નવી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

PM Modi Vande Bharat trains : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યુ હતુ, જેમાં એક નવી વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને પણ મળી છે. . તમામ ટ્રેનો દેશના અલગ-અલગ રૂટ પરથી પસાર થશે. જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ રાજ્યોના લોકોને નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનથી ઘણો ફાયદો થશે.

નવી 9 વંદ ભારત એક્સપ્રેસ ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવી છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ, પટના-હાવડા, કસરાગોડ-તિરુવનંતપુરમ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, રાંચી-હાવરા અને જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ પુરી અને મદુરાઈ જેવા મહત્વના ધાર્મિક સ્થળો વચ્ચે કનેક્ટિવિટી વધારશે. વિજયવાડા-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ રેનીગુંટા થઈને ઓપરેટ થશે અને તિરુપતિના ધાર્મિક સ્થળ સાથે કનેક્ટિવિટી પ્રદાન કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો