ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ અટકી રહ્યા નથી. એક વર્ષ પછી પણ સ્થિતિ યથાવત્ છે. યુદ્ધવિરામના તમામ પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. આ દરમિયાન કતારે પણ હાર માની લીધી હતી અને મધ્યસ્થીથી દૂરી લીધી હતી, પરંતુ રાહતની વાત એ છે કે કતાર ફરી એકવાર ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની અદલાબદલી માટે મધ્યસ્થી કરવા સંમત થઈ ગયું છે.