Get App

Rozgar Mela: આ 51,000 લોકોને મળશે નોકરી, PM મોદી પોતે આપશે નિમણૂક પત્ર

Rozgar Mela: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરી રહ્યાં છે. આ પ્રસંગે વડાપ્રધાન તેમને સંબોધન પણ કરશે. દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2023 પર 10:41 AM
Rozgar Mela: આ 51,000 લોકોને મળશે નોકરી, PM મોદી પોતે આપશે નિમણૂક પત્રRozgar Mela: આ 51,000 લોકોને મળશે નોકરી, PM મોદી પોતે આપશે નિમણૂક પત્ર
Rozgar Mela: આ પહેલા પણ રોજગાર મેળાનું આયોજન કરાયું

Rozgar Mela: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન તેમને સંબોધન પણ કરશે. દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરાયું છે.

આ પહેલા પણ રોજગાર મેળાનું આયોજન કરાયું

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 28 ઓગસ્ટ 2023ના રોજ નોકરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ દેશના 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ દિવસે, મુખ્યત્વે ગૃહ મંત્રાલયમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના નવા નિમણૂક પામેલાઓને જોડાવા પત્રો આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત CRPF, BSF, SSB, આસામ રાઇફલ્સ, CISF, ITBP, NCB અને દિલ્હી પોલીસમાં યુવાનોની ભરતી કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ દેશની વિવિધ સરકારી સેવાઓ માટે નિમણૂક પત્રો આપવામાં આવશે. જે પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે યુવાનોને આપશે.

રોજગાર મેળા હેઠળ 6 લાખ લોકોને નોકરી મળી છે

બધા સમાચાર

+ વધુુ વાંચો