હૈદરાબાદ શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે 28 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારના સરઘસ, ધરણા અને જાહેર સભાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે હૈદરાબાદના પોલીસ કમિશનર સી.વી.આણંદ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમને વિશ્વસનીય માહિતી મળી છે કે ઘણા સંગઠનો, પક્ષો વિરોધ પ્રદર્શન કરીને હૈદરાબાદ શહેરમાં શાંતિ અને વ્યવસ્થાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જારી કરાયેલા આદેશ અનુસાર, હૈદરાબાદ શહેરમાં જાહેર કાયદો અને વ્યવસ્થા, શાંતિ અને સૌહાર્દ જાળવવાના હેતુથી પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા, સરઘસ, ધરણા, રેલી કે જાહેર સભાની મંજૂરી નથી.