શિયા પર્સનલ લો બોર્ડે 8 જુલાઈથી શરૂ થઈ રહેલા મોહરમને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે. બોર્ડે વડાપ્રધાન પાસે શોભાયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માંગ કરી છે. આ સાથે જયાંથી તાજિયા નીકળે છે તે રૂટ પરના વીજ વાયરોનું સમારકામ કરવા માંગ કરાઈ છે. બોર્ડે પત્રમાં મોહરમ દરમિયાન થતી સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જુલુસના રૂટ પર બહેતર બંદોબસ્ત ગોઠવવા તેમજ રાત્રીના નૌહા ખ્વાની અને મજલીસ માટે સુરક્ષા વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.