Corona in Singapore: દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ સિંગાપોરમાં કોરોનાનો સમયગાળો ફરી પાછો ફરતો જણાય છે. કોરોનાના નવા વેવને કારણે દેશમાં અરાજકતા છે. નવા કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે અન્ય દેશોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. દેશમાં 5 થી 11 મે વચ્ચે 25,900 થી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે ફરી એકવાર દેશવાસીઓને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે અમે નવા વેવના શરૂઆતના ભાગમાં છીએ. તેમાં સતત વધારો થઈ રહ્યો છે.