નાસાએ અંતરિક્ષમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસીને લઈને મોટો નિર્ણય લીધો છે. સુનીતા વિલિયમ્સ આવતા વર્ષે પરત ફરશે. બોઇંગ કંપની માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તેમનું રિટર્ન હવે બોઈંગ સ્ટારલાઈનરને બદલે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન દ્વારા થશે. નાસાનું માનવું છે કે જો તેમને બોઇંગ સ્ટારલાઇનર દ્વારા પાછા લાવવામાં આવે તો તે ખતરનાક બની શકે છે. ક્રૂ ડ્રેગન પહેલા પણ અવકાશયાત્રીઓને પરત લાવી ચૂક્યું છે. બંને અવકાશયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની ટેસ્ટ ફ્લાઇટ માટે અવકાશમાં ગયા હતા.