Get App

Gujarat Monsoon Update: રાજ્યના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

Gujarat Monsoon Update: રાજ્યના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 12:42 PM
Gujarat Monsoon Update: રાજ્યના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારની સ્થિતિGujarat Monsoon Update: રાજ્યના આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારની સ્થિતિ
ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી કોઇ જ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ ગુજરાતના દરિયાકિનારે માછીમારોને 4 દિવસ માછીમારી કરવા જવા પર પ્રતિબંધ છે. દરિયાકિનારે હાલ ભારે પવન રહેવાની સંભાવના છે.

Gujarat Monsoon Update: ગુજરાત રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. રાજ્યના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂકાશે

દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂકાશે. તેથી માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તી રાજ્યમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત પર હાલ કોઇ એક્ટિવ સિસ્ટમ નથી. જેના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. મોટાભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે

બધા સમાચાર

+ વધુુ વાંચો