અમેરિકા સાથેના તણાવમાં ફસાયેલા ઈરાનમાં કરન્સી સંકટ વધુ ઊંડું થઈ રહ્યું છે. ઈરાનની કરન્સી રિયાલ અમેરિકી ડોલરની સરખામણીમાં ઐતિહાસિક નીચલા સ્તરે ગગડી ગઇ. પારસી નવું વર્ષ 'નવરોઝ' દરમિયાન કરન્સી વિનિમય પ્લેટફોર્મ્સ બંધ રહેવા અને શેરીઓમાં માત્ર અનૌપચારિક વેપાર જ થવાથી રિયાલનો ભાવ નીચે ગયો છે. હાલત એવી છે કે રિયાલનો ભાવ 10 લાખ રિયાલ પ્રતિ ડોલરથી પણ નીચે ગયો. આ તહેવારની રજાએ વિનિમય બજાર પર વધારાનું દબાણ ઊભું કર્યું. શનિવારે કરન્સીનો વેપાર ફરી શરૂ થતાં રિયાલનો વિનિમય દર વધુ ઘટીને 10.43 લાખ રિયાલ પ્રતિ ડોલર થઈ ગયો.