આંધ્ર પ્રદેશની નવી રાજધાની અમરાવતી એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. આ શહેર વિશ્વનું પ્રથમ એવું શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જે સંપૂર્ણપણે નવીન ઉર્જા (રિન્યુએબલ એનર્જી) પર ચાલશે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં આ પરિયોજના ભારતની પર્યાવરણલક્ષી વિકાસ અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.