આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન લગભગ 47.8 લાખ વિદેશી પ્રવાસીઓ દેશમાં આવ્યા હતા. પર્યટન મંત્રાલયના આંકડા મુજબ સૌથી વધુ પ્રવાસીઓ બાંગ્લાદેશ અને અમેરિકાથી આવ્યા હતા. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે જાહેર કરાયેલા ઓફિશિયલ આંકડામાંથી આ માહિતી મળી છે. જો કે, દેશની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા હજુ પણ કોવિડ પહેલાના રોગચાળાના લેવલથી પાછળ છે. આ વર્ષે જૂનમાં 7,06,045 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે જૂન 2023માં 6,48,008 વિદેશી પર્યટકો આવ્યા હતા અને જૂન 2019માં 7,26,446 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. આ સંખ્યા 2023 કરતાં નવ ટકા વધુ અને 2019 કરતાં 9.8 ટકા ઓછી છે.