Get App

Unseasonal rain: રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, આ બે દિવસ માવઠાની કરાઇ આગાહી

Unseasonal rain: રાજ્યમાં હાલની સ્થિતિએ મોસમનો ગુલાબી મિજાજ જોવા મળી રહ્યો છે. સવાર, સાંજ ઠંડીનો અહેવાસ થઈ રહ્યો છે. તેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. જેથી હવે શિયાળ અગાઉ જ ફરી ચોમાસુ ત્રાટકે તેવી સ્થિતનું નિર્માણ થયું છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્રઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાનશાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 21, 2023 પર 10:54 AM
Unseasonal rain: રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, આ બે દિવસ માવઠાની કરાઇ આગાહીUnseasonal rain: રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, આ બે દિવસ માવઠાની કરાઇ આગાહી
શિયાળ અગાઉ જ ફરી ચોમાસુ ત્રાટકે તેવી સ્થિતનું નિર્માણ

Unseasonal rain: ગુજરાતમાં ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. રાજ્યના શિયાળુ વાવેતર કરનાર રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ભેજના કારણે 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠુ પડી શકે છે.

25 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નવ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર, તો દાહોદ અને પંચમહાલ જિલ્લામાં માવઠુ વરસી શકે છે.

26 નવેમ્બરે અમદાવાદ, ગાંધીનગર સહિત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સાત, તો મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ માવઠું વરસી શકે છે. બે દિવસ માવઠાની આગાહીને લઈને હવામાન વિભાગનું રાજ્યના ખેડૂતોને સલાહ આપી હતી. ખેડૂતોને તૈયાર પાક પલળે નહીં તેથી પાકને ઢાંકીને રાખવાની હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી હતી.

માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં દિવસે દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. સાત શહેરમાં 21 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું તો આઠ શહેરોમાં 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો