નવા વર્ષથી નિકાલજોગ ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકનાર બેલ્જિયમ યુરોપિયન યુનિયન (EU)માં પહેલો દેશ બનવા જઈ રહ્યો છે. આરોગ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હેલ્થ મિનિસ્ટર ફ્રેન્ક વેન્ડેનબ્રૉકનું કહેવું છે કે સસ્તી ઈ-સિગારેટ કિશોરોને નિકોટિન વ્યસનનો શિકાર બનાવી રહી છે. આ સ્ટેપ પર્યાવરણ માટે પણ ફાયદાકારક સાબિત થશે. નિકાલજોગ ઈ-સિગારેટ પ્લાસ્ટિક અને બેટરીનો કચરો વધારે છે. ઈ-સિગારેટ શું છે? તેના ગેરફાયદા શું છે? ભારતમાં આ અંગે શું સ્થિતિ છે? આવો, આ બધા પ્રશ્નોના જવાબો અહીં જાણીએ.