ઉત્તરાખંડનું પોપ્યુલર શહેર નૈનિતાલ ચારે બાજુથી ખતરોનો સામનો કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, શહેરમાં ભૂસ્ખલન, તિરાડો અને ભૂકંપની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. શહેરમાં કેટલાક કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પહાડો તૂટી પડ્યા હોવાના અહેવાલો પણ છે. 'નૈનિતાલ' શહેર ભૌગોલિક નકશામાંથી ભૂંસી નાખવામાં આવશે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.