પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 13મા હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. PM મોદીએ કિસાન સન્માન નિધિ હેઠળ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ PM કિસાનનો 13મો હપ્તો 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. જો કે હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમના ખાતામાં 13મા હપ્તાના બે હજાર રૂપિયા પહોંચ્યા નથી. જો તમે પણ એવા ખેડૂતોની યાદીમાં સામેલ છો જેમના ખાતામાં હજુ સુધી પૈસા ટ્રાન્સફર થયા નથી, તો તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ મદદ લઈ શકો છો.

