ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી હટાવી દીધી છે. 2,000 રૂપિયાની નોટો ધરાવનાર વ્યક્તિઓ હવે તે નોટો બેન્કોમાં જમા કરાવી શકશે અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે. જો કે, જો તમે તમારી બેન્કોમાં એક લિમિટથી વધુની નોટો જમા કરાવવા માંગતા હોવ તો તેના માટે તમારે પાન કાર્ડ સબમિટ કરવું પડશે.

