ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં, કેટલીક બેન્કો હજુ પણ સિનિયર સિટીઝન્સને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. ત્રણ વર્ષની મધ્યમ ગાળાની FD પર કેટલીક બેન્કો 9.1% સુધીનું ઉચ્ચ વ્યાજ આપી રહી છે. આ બેન્કોની ઓફર 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD માટે લાગુ છે. RBIના રેપો રેટમાં ઘટાડા બાદ ઘણી બેન્કોએ FD અને બચત ખાતાના વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે, તેમ છતાં હાલનો સમય મધ્યમ ગાળાની FDમાં રોકાણ માટે અનુકૂળ માનવામાં આવે છે.