Long Term Investment: આજકાલના યુવાનોમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરીને કરોડોનું ભંડોળ બનાવવું એ સૌથી લોકપ્રિય રીત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તમે અવારનવાર આવા વીડિયો અને પોસ્ટ્સ જોશો કે દર મહિને આટલા રૂપિયાનું રોકાણ કરો અને 20-25 વર્ષમાં કરોડપતિ બની જાઓ! આ સાંભળીને જેટલું સારું લાગે છે, વાસ્તવિકતા તેનાથી થોડી અલગ છે.

