Employees' Provident Fund organisation :કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વાસ્તવિક પગાર પર ઉચ્ચ પેન્શનની ગણતરી કરવાની પદ્ધતિ રજૂ કરી છે. આ EPFO ના તે સબસ્ક્રાઇબર્સને લાગુ પડશે જેમણે વાસ્તવિક પગાર પર વધુ પેન્શન માટે અરજી કરી છે. હાલમાં, મોટાભાગના કર્મચારીઓના પેન્શનની ગણતરી EPSની 15,000 રૂપિયાની લિમિટ પર કરવામાં આવે છે. આ કર્મચારી પેન્શન યોજના (EPS), 1995 હેઠળ થાય છે. જે સબ્સ્ક્રાઇબરોએ ઉચ્ચ પેન્શન માટે અરજી કરી છે તેમની EPFOના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. એમ્પ્લોયરો અને કર્મચારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓ સાચી જણાશે પછી મંજૂર કરવામાં આવશે.

