7th Pay Commission DA Hike:1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. આવતીકાલે બુધવારે 9 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠક બાદ સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. આવતીકાલે સવારે 10:30 વાગ્યે કેબિનેટની બેઠક છે. જે બાદ સરકાર DAમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકાર દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપી શકે છે. મોદી સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં 3 થી 4 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. જો DA વધે છે, તો મોંઘવારી ભથ્થું 53 અથવા 54 ટકા થઈ શકે છે. જો કે સરકાર ઓક્ટોબરમાં ડીએ વધારવાની જાહેરાત કરશે, પરંતુ તેને 1 જુલાઈથી જ લાગુ ગણવામાં આવશે. ઑક્ટોબરના પગારમાં 3 મહિનાના ડીએનું એરિયર્સ આવશે. દિવાળી બોનસ પણ આવશે.

