GST collection : નાણાકીય વર્ષ 2024-25માં કુલ GST કલેક્શન પાંચ વર્ષમાં બમણું થઈને ₹22.08 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. સોમવારે જાહેર કરાયેલા સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. PTI સમાચાર અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં તે ₹11.37 લાખ કરોડ હતું. 2024-25માં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ₹22.08 લાખ કરોડના તેના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 9.4 ટકાનો વધારો દર્શાવે છે.