Income Tax Refund: જો તમે નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોય અને રિફંડની રાહ જોતા હો, તો તમે એકલા નથી. ઘણા ટેક્સપેયર્સને તેમનું રિફંડ મળવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે, રિફંડ 1 અઠવાડિયામાં ખાતામાં જમા થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સામાં વિલંબ થઈ શકે છે. આ વિલંબનાં કારણોમાં ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓ, મોટી રકમના રિફંડની સઘન તપાસ અને છૂટના દાવાઓનું વેરિફિકેશન શામેલ છે.