PPF Account in SBI Bank: મોટા ભાગના ખાનગી ક્ષેત્રના રોજગારી ધરાવતા લોકો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજનામાં તેમના નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. પીપીએફમાં મહત્તમ રોકાણ કરીને 25 વર્ષના સમયગાળામાં રૂપિયા 1 કરોડથી વધુનું ફંડ બનાવી શકાય છે. સરકાર PPF પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ આપી રહી છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં PPF એકાઉન્ટ ખોલાવી શકો છો. SBIના ગ્રાહકો હવે તેમનું PPF એકાઉન્ટ તેમની ઇન્ટરનેટ અથવા મોબાઇલ બેન્કિંગ સેવા દ્વારા ઘરે બેઠા ઓનલાઇન ખોલી શકશે. જો કે, આ માટે તમારા સેવિંગ્સ એકાઉન્ટનું KYC હોવું જરૂરી છે, આ પછી જ તમે PPF એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકો છો.

