Insurance Premium: હેલ્થ ઈન્સ્યોરન્સ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે જરૂરી છે, પરંતુ વધતા જતા પ્રીમિયમ ઘણા લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ દર વર્ષે પ્રીમિયમમાં વધારો કરે છે, જેના કારણે લોકોને નાણાકીય બોજનો સામનો કરવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક સરળ રીતો અપનાવીને તમે હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં નોંધપાત્ર બચત કરી શકો છો? અહીં અમે તમને એવી પાંચ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી તમે ન માત્ર પ્રીમિયમ ઘટાડી શકશો, પરંતુ યોગ્ય પોલિસી પણ પસંદ કરી શકશો.