જો પહેલેથી જ કોઈ રોગ છે, અથવા હળવા લક્ષણો છે, તો સ્વાસ્થ્ય વીમા યોજના લેતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે જે કંપની પાસેથી પ્લાન લેવા જઈ રહ્યા છો તેના ક્લેમ રેશિયોને તપાસો. પ્લાન લેતી વખતે, બીમારી વિશે વીમા કંપનીને બધું જ જણાવો. તે કેટલા સમયથી છે, તે કેટલું ગંભીર છે, તમે કઈ દવાઓ લઈ રહ્યા છો, જો તમારી કોઈ હાર્ટ સર્જરી થઈ હોય, તો તેના વિશે પણ જણાવો. જ્યારે પોલિસી પેપર્સ આવે છે, ત્યારે કાળજીપૂર્વક તપાસો કે તમારા દ્વારા ઉલ્લેખિત શરતો તેમાં છે કે નહીં. આ ઉપરાંત રોગોના કવર માટે રાહ જોવાનો સમયગાળો ઓછામાં ઓછો રાખવાનો પ્રયાસ કરો. કેશલેસ નેટવર્ક ધરાવતી યોજનાઓ લો. કેટલીક યોજનાઓમાં ઓપીડી પણ આવરી લેવામાં આવે છે. આમ, આજના જમાનામાં આરોગ્ય વીમા ક્ષેત્રમાં ધરમૂળથી બધું બદલાયું છે, કોઈ પણ વ્યક્તિએ આરોગ્ય વીમો જરૂરથી લેવો જોઈએ, તે રોગો સામે સુવિધા પણ આપે છે સાથે જ ટેક્સ સેવર તરીકે પણ રક્ષણ મળે છે, આ ઉપરાંત વીમાં યોજના નાણા સરવાળે દેશમાં ફૂગાવો ફેલાતો પણ અટકાવે છે.