ભારતમાં એક મેડિકલ ઇમરજન્સી તમારી વર્ષોની બચત ખતમ કરી શકે છે. ગંભીર બિમારી, અકસ્માત કે કુદરતી આફત ઘણા પરિવારોને આર્થિક સંકટમાં ધકેલી દે છે. આવી સ્થિતિમાં હેલ્થ, વ્હીકલ અને હોમ ઇન્શ્યોરન્સ આજે માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પરંતુ તમારી આર્થિક સુરક્ષાનો મહત્ત્વનો હિસ્સો છે. નિષ્ણાતોનું માનવું છે કે વીમા વિના જીવન જીવવું એટલે તમારી સમગ્ર બચતને જોખમમાં મૂકવી. ચાલો જાણીએ શા માટે આ ત્રણેય પ્રકારના વીમા આજે અનિવાર્ય છે.