Mango Prices: ઉનાળામાં ખાવાની સાથે કેરી મળે તો મજા આવે છે. જોકે, કેરીના ભાવ મોંઘા હોય તો ખિસ્સા સામે સ્વાદ ફિક્કો પડી જાય છે. જોકે, આ સિઝનમાં કેરીના ભાવ ઘણા ઘટી ગયા છે. દેશના સૌથી મોટા કેરી ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષની સરખામણીમાં કેરીના ભાવમાં એક તૃતીયાંશ ઘટાડો થયો છે. વેપારીઓ અને ખેડૂતોનું કહેવું છે કે બમ્પર ઉપજ અને વહેલા ચોમાસાની શક્યતાને કારણે, ખેડૂતોએ સમય પહેલા કેરી તોડી હોવાથી આવું થયું છે.