LPG Gas Cylinder Subsidy: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગેહલોત સરકાર જનતાને રીઝવવામાં કોઈ કસર છોડી રહી નથી. ગેહલોત સરકાર રાજ્યના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની ગેરંટી આપી રહી છે. રાજ્ય સરકારે સબસિડી પર સિલિન્ડર આપવા માટે 'ઇન્દિરા ગાંધી ગેસ સિલિન્ડર સબસિડી સ્કીમ' શરૂ કરી છે. આ યોજનાનો લાભ લેવા માટે કસ્ટમર્સએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ગેહલોત સરકાર આ યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. આ યોજના 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. સરકારે સબસિડીની રકમ લગભગ 14 લાખ કસ્ટમર્સને ટ્રાન્સફર કરી છે.

