સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઓછામાં ઓછો 30 દિવસનો LPG અને કાચા તેલનો સ્ટોક અનામત રાખે. શર્માએ ખાતરી આપી હતી કે,,,દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને નેચરલ ગેસનો પૂરતો ભંડાર છે અને ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે. તમામ રિફાઇનરીઓ તેમની 100% ક્ષમતા સાથે કામ કરી રહી છે અને દૈનિક LPG ઉત્પાદન 90 DMT પર પહોંચી ગયું છે. કોઈ પણ LPG વિતરક કેન્દ્ર પર સ્ટોક ખતમ (Dry Out) થવાની ફરિયાદ મળી નથી. જોકે, કેટલીક જગ્યાએ રિટેલ આઉટલેટ્સ પર અસામાન્ય રીતે વધુ વેચાણ જોવા મળ્યું છે. કૃષિ ક્ષેત્રની માંગ અને જથ્થાબંધ વેચાણને કારણે એકંદરે માંગમાં 30% થી વધુનો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને 14 જિલ્લાઓમાં પેટ્રોલના વેચાણમાં 100% થી વધુનો વધારો નોંધાયો છે, જ્યારે 6 જિલ્લાઓમાં OMC ના વેચાણમાં 38% નો ઘટાડો પણ જોવા મળ્યો છે.