ડિજિટલ પેમેન્ટની દુનિયામાં અગ્રેસર Paytmએ તેના યુઝર્સ માટે એક નવું પ્રાઇવસી ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા હવે યુઝર્સ તેમના ટ્રાન્ઝેક્શનને સરળતાથી હાઇડ કરી શકશે. આ ફીચર ખાસ કરીને પર્સનલ ટ્રાન્ઝેક્શનને પ્રાઇવેટ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સ તેમની પેમેન્ટ હિસ્ટ્રીને અન્ય લોકોથી છુપાવી શકે. આ ફીચરનો હેતુ યુઝર્સને વધુ કંટ્રોલ અને પ્રાઇવસી પ્રોવાઇડ કરવાનો છે, જે ખાસ કરીને એવા ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગી છે જેને યુઝર્સ ગુપ્ત રાખવા માંગે છે, જેમ કે ગિફ્ટની ખરીદી કે ફાર્મસીના પેમેન્ટ.