Public Provident Fund-PPF: નોકરિયાત, સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને EPFO દ્વારા આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે PPFએ રોકાણનો સારો વિકલ્પ છે. આ સિવાય જે લોકો પાસે નોકરી નથી, જેઓ બિઝનેસ કરી રહ્યા છે તેઓ પણ PPFમાં રોકાણ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, PPF સ્કીમને 15 વર્ષથી વધુ સમય સુધી ચાલુ રાખી શકાય છે, જેથી મેચ્યોરિટીના સમયે મોટું ફંડ બનાવી શકાય. પરંતુ જો PPF ધારક 15 વર્ષની અંદર મૃત્યુ પામે તો શું ? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?

