Get App

RBI રેપો રેટ યથાવત્: હોમ લોન અને કાર લોનની EMI ઘટવાની આશા પર પાણી ફર્યું, જાણો ગવર્નરે શું કહ્યું

RBI Monetary Policy April 8: RBI એ 8 એપ્રિલે જાહેર કરેલી પોલિસીમાં રેપો રેટ 5.25% પર જાળવી રાખ્યો છે. મિડલ ઈસ્ટના તણાવ અને મોંઘવારીના ડર વચ્ચે હોમ લોન ગ્રાહકોએ EMI ઘટવા માટે હજુ રાહ જોવી પડશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 08, 2026 પર 10:56 AM
RBI રેપો રેટ યથાવત્: હોમ લોન અને કાર લોનની EMI ઘટવાની આશા પર પાણી ફર્યું, જાણો ગવર્નરે શું કહ્યુંRBI રેપો રેટ યથાવત્: હોમ લોન અને કાર લોનની EMI ઘટવાની આશા પર પાણી ફર્યું, જાણો ગવર્નરે શું કહ્યું
RBI Monetary Policy April 8: RBI એ 8 એપ્રિલે જાહેર કરેલી પોલિસીમાં રેપો રેટ 5.25% પર જાળવી રાખ્યો છે.

RBI Monetary Policy April 8: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એપ્રિલ મહિનાની મોનેટરી પોલિસીની જાહેરાત થઈ ગઈ છે અને લાખો લોનધારકોને જેનો ડર હતો તે જ થયું. RBI એ ઉમ્મીદ મુજબ જ 8 એપ્રિલના રોજ રેપો રેટમાં કોઈ જ ઘટાડો કર્યો નથી. આનો સીધો અર્થ એ છે કે જો તમે હોમ લોન કે અન્ય કોઈ લોનની EMI ઘટવાની રાહ જોઈ રહ્યા હતા, તો તમારે હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે. બજારના નિષ્ણાતો પહેલેથી જ અંદાજ લગાવી રહ્યા હતા કે સેન્ટ્રલ બેંક અત્યારે વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે.

RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 6 એપ્રિલથી ચાલી રહી હતી. જેના પરિણામોની જાહેરાત 8 એપ્રિલે સવારે 10 વાગ્યે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી હતી. હાલમાં રેપો રેટ 5.25 ટકાના સ્તરે યથાવત્ છે અને કમિટીએ પોતાનું ન્યુટ્રલ વલણ પણ જાળવી રાખ્યું છે. છેલ્લી વખત રિઝર્વ બેંકે ડિસેમ્બર 2025માં રેપો રેટ ઘટાડ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીની પોલિસીમાં પણ દરો સ્થિર જ રખાયા હતા.

આખરે વ્યાજદરમાં કેમ ઘટાડો ન થયો તે સમજવું પણ જરૂરી છે.

ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર અર્થવ્યવસ્થાના ગ્રોથ પર પડી રહી છે. કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઈલ મોંઘું થઈ રહ્યું છે જે એક મોટી ચિંતાનો વિષય છે. જો લાંબા સમય સુધી ક્રૂડના ભાવ ઊંચા રહેશે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધવાનો પણ ખતરો ઊભો થશે. મોંઘવારી વધવાના આ ડરને કારણે જ રિઝર્વ બેંક રેટ ઘટાડવાની કોઈ ઉતાવળમાં નથી.

તો પછી હવે EMI ક્યારે ઘટશે? જો મિડલ ઈસ્ટનો વિવાદ જલ્દી પૂરો થાય અને દેશમાં મોંઘવારી કંટ્રોલમાં રહે, તો એક્સપર્ટ્સ માને છે કે આ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળામાં RBI રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.

નવા ગ્રાહકો માટે અત્યારે શું રસ્તો છે?

જો તમે નવી હોમ લોન કે કાર લોન લેવાનું વિચારી રહ્યા છો અને વ્યાજદર ઘટવાની રાહ જુઓ છો, તો અત્યારે થોભી જવાનો કોઈ ફાયદો નથી. એક્સપર્ટ્સની સલાહ છે કે બેંકો પાસેથી ફ્લોટિંગ રેટ પર લોન લેવી વધુ હિતાવહ છે. ફ્લોટિંગ રેટનો મોટો ફાયદો એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ RBI રેપો રેટ ઘટાડશે ત્યારે તમારા વ્યાજદરમાં આપોઆપ ઘટાડો થશે અને EMI ઓછી થઈ જશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો