શ્રમ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા EPFO દેશના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. EPFO હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને તેમના PF ખાતામાં જમા કરાયેલા નાણાં પર માત્ર 8.1 ટકા વ્યાજ જ મળતું નથી પરંતુ તેમને પેન્શનની સુવિધા પણ મળે છે.