SEBI અનરજિસ્ટર્ડ ઇન્વેસ્ટ એડવાયઝર્સ સામે કડકાઈ વધારવા જઈ રહી છે. માર્કેટ રેગ્યુલેટરના ચેરપર્સન માધબી પુરી બુચે આ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે આવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જેના હેઠળ તમામ અનરજિસ્ટર્ડ ઇન્વેસ્ટ એડવાયઝર્સ આવશે. તેમણે કહ્યું કે નવા નિયમો માટે થોડો સમય રાહ જોવી પડશે. જો કે આ અંગે વધુ વિગતો આપવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્વેસ્ટ એડવાયઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. તેઓ ઇન્વેસ્ટર્સને શેર ખરીદવા અને વેચવાની સલાહ આપી રહ્યા છે. SEBIના નિયમો મુજબ, ફક્ત નોંધાયેલા એડવાયઝર્સ જ ઇન્વેસ્ટકારોને આવી સલાહ આપી શકે છે.

