શેરબજારમાં વધતા જતા ઓનલાઈન સાયબર ફ્રોડને રોકવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ એક નવું UPI વેરિફિકેશન ટૂલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ટૂલ રોકાણકારોને શેરબજાર સંબંધિત લેનદેનમાં સુરક્ષિત અને વિશ્વસનીય રીતે પેમેન્ટ કરવામાં મદદ કરશે. આ સાથે, સેબી એક ખાસ 'સેબી ચેક' ટૂલ પણ લાવી રહ્યું છે, જેની મદદથી રોકાણકારો કોઈપણ બ્રોકર કે મધ્યસ્થીની UPI ID ની ચકાસણી કરી શકશે. આ પગલું શેરબજારમાં સાયબર સુરક્ષા અને રોકાણકારોના વિશ્વાસને વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.