છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં UPI ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી વિકસ્યું છે. જોકે, હવે UPI દ્વારા પેમેન્ટ કરવું ખિસ્સા પર ભારે પડશે. 1 એપ્રિલથી જ સરકારે UPI આધારિત એપ્સ દ્વારા પેમેન્ટ કરવા માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. એટલે કે, હવે તમારે Google Pay (GPay), PhonePe, Paytm એપ દ્વારા ચૂકવણી કરવા માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પણ આ સંબંધમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર અનુસાર, મર્ચન્ટ પેમેન્ટ્સ પર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે. આ પછી હવે 1 એપ્રિલથી વેપારી સાથે કરેલા ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

