Get App

UPIનો નવો રેકોર્ડ! જાન્યુઆરીમાં દરરોજ 91,403 કરોડની લેવડદેવડ, ડિજિટલ પેમેન્ટમાં તોતિંગ ઉછાળો

UPI Transaction Record: જાન્યુઆરી મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને તોડ્યા તમામ રેકોર્ડ! દરરોજ સરેરાશ 91,403 કરોડની લેવડદેવડ થઈ. જાણો NPCI ના ચોંકાવનારા આંકડા અને ડિજિટલ પેમેન્ટમાં થયેલો જબરદસ્ત વધારો.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2026 પર 7:07 PM
UPIનો નવો રેકોર્ડ! જાન્યુઆરીમાં દરરોજ 91,403 કરોડની લેવડદેવડ, ડિજિટલ પેમેન્ટમાં તોતિંગ ઉછાળોUPIનો નવો રેકોર્ડ! જાન્યુઆરીમાં દરરોજ 91,403 કરોડની લેવડદેવડ, ડિજિટલ પેમેન્ટમાં તોતિંગ ઉછાળો
માત્ર દૈનિક જ નહીં, પણ કુલ માસિક વ્યવહારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી મહિનામાં કુલ 28.33 લાખ કરોડ રૂપિયાની કિંમતના ટ્રાન્ઝેક્શન થયા છે, જેની સંખ્યા 21.70 અબજ જેટલી થાય છે.

UPI Transaction Record: ભારતમાં હવે રોકડ રકમ સાથે રાખવાની ઝંઝટ લગભગ ખતમ થઈ ગઈ છે. શાકભાજીની લારી હોય કે મોટો શોપિંગ મોલ, દરેક જગ્યાએ હવે 'સ્કેન અને પે'નો જમાનો છે. આ વાતની સાબિતી જાન્યુઆરી મહિનાના UPI આંકડા આપી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં ભારતીયોએ UPI પેમેન્ટના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

દરરોજ 91,000 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, જાન્યુઆરી મહિનામાં UPI દ્વારા થતી લેવડદેવડ એક નવી ઊંચાઈએ પહોંચી છે. આ મહિનામાં દરરોજ સરેરાશ 91,403 કરોડ નું ટ્રાન્ઝેક્શન થયું છે. આ આંકડો ડિસેમ્બર મહિના કરતાં ઘણો વધારે છે, કારણ કે ડિસેમ્બરમાં રોજના સરેરાશ 90,217 કરોડની લેવડદેવડ થઈ હતી.

એક મહિનામાં 28.33 લાખ કરોડનો વ્યવહાર

માત્ર દૈનિક જ નહીં, પણ કુલ માસિક વ્યવહારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી મહિનામાં કુલ 28.33 લાખ કરોડ રૂપિયાની કિંમતના ટ્રાન્ઝેક્શન થયા છે, જેની સંખ્યા 21.70 અબજ જેટલી થાય છે. તેની સામે ડિસેમ્બર 2025માં આ આંકડો 27.97 લાખ કરોડ રૂપિયા હતો. આમ, મહિના દર મહિનાના આધાર પર પણ ડિજિટલ પેમેન્ટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

રોજના 70 કરોડ વાર વાગ્યું 'પેમેન્ટ રિસીવ્ડ'

જો આપણે ટ્રાન્ઝેક્શનની સંખ્યાની વાત કરીએ તો, જાન્યુઆરીમાં દરરોજ સરેરાશ 70 કરોડ વખત UPI નો ઉપયોગ થયો છે. જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો 69.8 કરોડ હતો. આ દર્શાવે છે કે લોકો હવે નાની-મોટી દરેક વસ્તુ માટે મોબાઈલ ફોન કાઢીને પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો