Get App

YouTubeએ ભાષાની ‘દીવાલ' તોડી: હવે 27 ભાષાઓમાં ડબ થશે વીડિયો, ક્રિએટર્સને જલસા!

YouTubeએ ક્રિએટર્સ માટે નવું AI આધારિત ઓટો-ડબિંગ ફીચર લોન્ચ કર્યું છે. હવે તમે તમારા વીડિયોને હિન્દી સહિત 27 ભાષાઓમાં ડબ કરી શકશો. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને તેનાથી શું ફાયદો થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 06, 2026 પર 1:17 PM
YouTubeએ ભાષાની ‘દીવાલ' તોડી: હવે 27 ભાષાઓમાં ડબ થશે વીડિયો, ક્રિએટર્સને જલસા!YouTubeએ ભાષાની ‘દીવાલ' તોડી: હવે 27 ભાષાઓમાં ડબ થશે વીડિયો, ક્રિએટર્સને જલસા!
YouTubeએ ક્રિએટર્સ માટે નવું AI આધારિત ઓટો-ડબિંગ ફીચર લોન્ચ કર્યું છે.

YouTube Auto Dubbing: જો તમે યુટ્યુબ પર કન્ટેન્ટ બનાવો છો, તો આ સમાચાર તમારા માટે મોટી ખુશખબર લઈને આવ્યા છે. YouTubeએ હવે ભાષાની મોટી સમસ્યા ઉકેલી લીધી છે. ગૂગલના આ વીડિયો પ્લેટફોર્મે એક નવું અને દમદાર ફીચર ઉમેર્યું છે, જેના કારણે હવે કન્ટેન્ટ ક્રિએટર્સની મોટી ચિંતા દૂર થઈ જશે.

હવે ક્રિએટર્સ પોતાના ઓરિજિનલ વીડિયોને એકસાથે 27 અલગ-અલગ ભાષાઓમાં ડબ કરી શકશે. સૌથી મજાની વાત એ છે કે આ માટે તમારે કોઈ પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટને પૈસા ચૂકવવાની કે હાયર કરવાની કોઈ જરૂર નથી.

શું છે આ નવું ફીચર?

YouTube નું આ નવું ફીચર સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આધારિત છે. આ ફીચર વીડિયો અપલોડ કરતી વખતે ‘ઓટો-ડબિંગ' (Auto-Dubbing)નો વિકલ્પ આપે છે. એટલે કે, તમે વીડિયો એક ભાષામાં બનાવો અને તેને ભારતીય ભાષાઓ સહિત ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં પણ કન્વર્ટ કરી શકો છો. આનાથી ક્રિએટર્સની રીચ (પહોંચ) વધશે અને ભાષાની દીવાલ તૂટી જશે.

27 ભાષાઓનો સપોર્ટ અને 6 મિલિયન વ્યૂઝ

ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં આ ઓટો-ડબ ફીચર વિશે વિગતવાર માહિતી આપી છે. કંપનીના જણાવ્યા મુજબ, હાલમાં આ સુવિધા 27 ભાષાઓ માટે ઉપલબ્ધ છે. ગૂગલે એક ડેટા શેર કરતા જણાવ્યું કે, દુનિયાભરમાં રોજના 6 મિલિયન (60 લાખ) એવા વ્યૂઅર્સ છે જેઓ ડબ કરેલા કન્ટેન્ટને જુએ છે. આ ફીચરનું ટેસ્ટિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું.

એક્સપ્રેસિવ સ્પીચ અને ઓટો ડબિંગ

બધા સમાચાર

+ વધુુ વાંચો