જેપી મૉર્ગને સેગિલિટી પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાકં ₹58 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે USની કંપની સિરોક હેલ્થનું અધિગ્રહણ કર્યું. કંપની હેલ્થકેર પ્રોવાઈડર્સને CDI, મેડિકલ કોડિંગ, RCM અને ઓડિટ સર્વિસ આપે છે. પ્રોવાઇડર્સ સેગમેન્ટનું હાલમાં કંપનીની કુલ આવકમાં આશરે 10% હિસ્સાનું યોગદાન છે. આ અધિગ્રહણ દ્વારા આ સેગમેન્ટમાં વધુ 10% નો વધારો થશે. પ્રોવાઇડર સેગમેન્ટમાં આઉટસોર્સિંગનું પ્રમાણ હજુ ઘણું ઓછું છે. કંપની માટે ભવિષ્યમાં ગ્રોથ માટે શક્યતાઓ વધુ છે. અધિગ્રહણ $32.3 મિલિયન EV પર થયું છે. EV/EBITDA લગભગ 10 ગણા રહેવાના અનુમાન છે. સિરોકનો અંદાજિત EBITDA માર્જિન 35%, જ્યારે BroadPathના માર્જિન 10-15% છે. FY27/FY28 દરમિયાન આવકમાં 0.6%/1% વધવાના અનુમાન છે. માર્જિનમાં પણ સુધારો આવી શકે છે.