Health Budget: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે (1 ફેબ્રુઆરી) સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે સરકાર દેશને આરોગ્યસંભાળ અને સર્વિસ સેક્ટરમાં વૈશ્વિક શક્તિ બનાવવા માટે મોટા પગલાં લેવાની તૈયારી કરી રહી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેશમાં એક મજબૂત, સમાવિષ્ટ અને આધુનિક આરોગ્યસંભાળ વ્યવસ્થા બનાવવી એ સરકારની પ્રાથમિકતા છે.

