Get App

Budget 2026: ભારત બનશે સુપરપાવર? નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક વિકાસનો '10 પોઈન્ટ રોડમેપ'

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં દેશના આર્થિક વિકાસ માટે 10 મોટી યોજનાઓ જાહેર કરી છે. સેમિકન્ડક્ટરથી લઈને ટેક્સટાઈલ અને ફાર્મા સેક્ટર સુધી, જાણો સરકારનો સંપૂર્ણ માસ્ટર પ્લાન.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 2:08 PM
Budget 2026: ભારત બનશે સુપરપાવર? નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક વિકાસનો '10 પોઈન્ટ રોડમેપ'Budget 2026: ભારત બનશે સુપરપાવર? નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક વિકાસનો '10 પોઈન્ટ રોડમેપ'
પહેલા મિશનની સફળતા બાદ હવે સરકારે ISM 2.0 લોન્ચ કર્યું છે. આ અંતર્ગત સેમિકન્ડક્ટર બનાવવા માટે જરૂરી સાધનો અને મટીરિયલના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે.

Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું બજેટ રજૂ કરતા ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો મજબૂત રોડમેપ જાહેર કર્યો છે. દેશના વિકાસને વેગ આપવા અને આત્મનિર્ભરતા વધારવા માટે તેમણે 10 મોટી યોજનાઓનું એલાન કર્યું છે. આ યોજનાઓથી દેશમાં રોકાણ વધશે, નવી રોજગારીની તકો સર્જાશે અને 'મેક ઈન ઈન્ડિયા' વધુ મજબૂત બનશે.

જાણો નાણામંત્રીના પટારામાંથી નીકળેલી આ 10 મોટી યોજનાઓ વિશે:

1. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) 2.0

પહેલા મિશનની સફળતા બાદ હવે સરકારે ISM 2.0 લોન્ચ કર્યું છે. આ અંતર્ગત સેમિકન્ડક્ટર બનાવવા માટે જરૂરી સાધનો અને મટીરિયલના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે. ઉપરાંત, સપ્લાય ચેન મજબૂત કરવા અને ટેકનિકલ એક્સપર્ટ તૈયાર કરવા માટે ખાસ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે.

2. બાયોફાર્મા શક્તિ (Biopharma SHAKTI)

ભારતને દવા ઉત્પાદનમાં ગ્લોબલ હબ બનાવવા માટે આગામી 5 વર્ષમાં 10,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના હેઠળ 3 નવા NIPER ઈન્સ્ટિટ્યૂટ બનશે અને 7 જૂના ઈન્સ્ટિટ્યૂટને અપગ્રેડ કરાશે. સાથે જ 1000 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવશે.

3. હાઈ-ટેક ટૂલ રૂમ્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો