વિશ્વભરમાં ભારતીય આલ્કોહોલની વધતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને સરકાર આંતરરાષ્ટ્રીય બજારોમાં આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલ ડ્રિંક્સને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહી છે. સરકાર આગામી કેટલાક વર્ષોમાં તેના એક્સપોર્ટને એક અબજ યુએસ ડોલર (આશરે રુપિયા 8,000 કરોડ) સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. વાણિજ્ય મંત્રાલયની એક શાખા એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, ભારત હાલમાં આલ્કોહોલિક ડ્રિંકની એક્સપોર્ટના સંદર્ભમાં વિશ્વમાં 40મા ક્રમે છે.