ભારત સેમિકન્ડક્ટર સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 5 વર્ષમાં ભારતમાં આ બજારનું ચિત્ર બદલાવાનું છે. આ સમયમાં, ભારત સેમિકન્ડક્ટર બજારનો કિંગ બની શકે છે. ભારતના વધતા પગલાં અમેરિકા અને ચીનને સખત કોમ્પિટિશન આપશે, જેઓ અત્યાર સુધી આ સેક્ટરમાં પ્રભુત્વ ધરાવે છે. સેમિકન્ડક્ટર નાના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ છે. આનો ઉપયોગ કમ્પ્યુટર, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. ભારતમાં તેમની વધતી માંગથી નવી રોજગારીની તકો પણ સર્જાશે.