યુ.એસ. દ્વારા ઇશ્યૂ કરાયેલા H1B વિઝામાંથી લગભગ એક-પાંચમા ભાગ અથવા 20 ટકા ભારતીય મૂળની ટેક્નોલોજી કંપનીઓએ મેળવ્યા છે. ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) H1B વિઝા મેળવવામાં મોખરે છે. યુએસ ઇમિગ્રેશન વિભાગના ડેટાના વિશ્લેષણથી આ તારણ કાઢવામાં આવ્યું છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના ડેટા અનુસાર, એપ્રિલ-સપ્ટેમ્બર, 2024ના સમયગાળામાં વિવિધ એમ્પ્લોયરોને આપવામાં આવેલા કુલ 1.3 લાખ H1B વિઝામાંથી લગભગ 24,766 વિઝા ભારતીય મૂળની કંપનીઓને આપવામાં આવ્યા હતા. તેમાંથી ઈન્ફોસિસે 8,140 લાભાર્થીઓ સાથે આગેવાની લીધી હતી.