સપ્ટેમ્બર 2024માં ભારતમાં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યામાં ફરી વધારો થયો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડોમેસ્ટિક એરલાઈન્સે સપ્ટેમ્બરમાં 1.30 કરોડ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડ્યા હતા. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 6.38 ટકા વધુ છે. પીટીઆઈના સમાચાર અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એરલાઈન્સે 1.22 કરોડ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા હતા. ભારતમાં સતત વધી રહેલા એરપોર્ટ અને ફ્લાઈટ્સે પણ મુસાફરોની સંખ્યામાં વધારો કરવામાં મદદ કરી છે.