Wipro: અગ્રણી IT કંપની વિપ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) થિયરી ડેલાપોર્ટે રાજીનામું આપી દીધું છે. કંપનીએ આ જાણકારી સ્ટોક માર્કેટને આપી છે. આ સાથે કંપનીએ શ્રીનિવાસ પલ્લિયાને નવા સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જાહેર કર્યા છે. વિપ્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, થિયરી ડેલાપોર્ટનો કાર્યકાળ 31મે 2024 સુધી છે. આ પછી શ્રીનિવાસ પલ્લિયા ચાર્જ સંભાળશે. વિપ્રોએ જણાવ્યું હતું કે પલિયાની નિમણૂક માટે, શેરધારકો અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી લેવી પડશે. તેમની નિમણૂક 7 એપ્રિલથી પાંચ વર્ષ માટે લાગુ થશે.