Get App

Sir Ratan Tata Trust માં મોટો વિવાદ: મેહલી મિસ્ત્રીએ દાખલ કરી અરજી, ટ્રસ્ટીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

રતન ટાટાના અવસાન બાદ સર રતન ટાટા ટ્રસ્ટમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. મેહલી મિસ્ત્રીએ ફરીથી ટ્રસ્ટી ન બનાવવા મામલે મહારાષ્ટ્ર ચેરીટી કમિશનર પાસે અરજી દાખલ કરી સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 09, 2026 પર 3:48 PM
Sir Ratan Tata Trust માં મોટો વિવાદ: મેહલી મિસ્ત્રીએ દાખલ કરી અરજી, ટ્રસ્ટીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલોSir Ratan Tata Trust માં મોટો વિવાદ: મેહલી મિસ્ત્રીએ દાખલ કરી અરજી, ટ્રસ્ટીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
મેહલી મિસ્ત્રીનો સીધો આરોપ છે કે તેમના કિસ્સામાં આ સંમતિનું પાલન કરવામાં આવ્યું નથી અને તેમના કાર્યકાળને રિન્યુ કરાયો નથી.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપના સર રતન ટાટા ટ્રસ્ટમાં હવે મોટો આંતરિક વિવાદ ઊભો થયો છે. રતન ટાટાના નજીકના સાથી મનાતા મેહલી મિસ્ત્રીએ પોતાની ટ્રસ્ટી તરીકે ફરીથી નિમણૂક ન થવા બદલ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે સીધી મહારાષ્ટ્ર ચેરીટી કમિશનર પાસે અરજી દાખલ કરી છે. મેહલી મિસ્ત્રીએ માત્ર પોતાની નિમણૂક જ નહીં પરંતુ ટ્રસ્ટના વહીવટ, હિતોના ટકરાવ અને નિર્ણયો લેવાની પ્રક્રિયા પર પણ આક્ષેપો કર્યા છે.

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર મેહલી મિસ્ત્રીએ મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 22 હેઠળ એક વિસ્તૃત વાંધો નોંધાવ્યો છે. તેઓ ઈચ્છે છે કે રતન ટાટાના અવસાન બાદ લેવાયેલા અમુક નિર્ણયો અને કેટલાક ટ્રસ્ટીઓની નિમણૂકની ઊંડાણપૂર્વક તપાસ થાય.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદની જડ 2024 માં લેવાયેલા એક નિર્ણય સાથે જોડાયેલી છે. 4 જૂનના રોજ દાખલ કરાયેલી અરજીમાં એવો ઉલ્લેખ છે કે સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 17 ઓક્ટોબર 2024 ના રોજ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવનો મુખ્ય હેતુ એ હતો કે ટ્રસ્ટના વર્તમાન વહીવટને જાળવી રાખવા માટે જૂના ટ્રસ્ટીઓની ફરીથી નિમણૂક કરવી.

મેહલી મિસ્ત્રીનો સીધો આરોપ છે કે તેમના કિસ્સામાં આ સંમતિનું પાલન કરવામાં આવ્યું નથી અને તેમના કાર્યકાળને રિન્યુ કરાયો નથી. મિસ્ત્રીએ આ નિર્ણયને મનસ્વી ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે રતન ટાટાના અવસાન પછી ટ્રસ્ટમાં સ્થિરતા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી પસાર કરાયેલા ઠરાવની ભાવના વિરુદ્ધ આ પગલું છે.

હિતોનો ટકરાવ અને કરોડોના ફાયદા પર સવાલ

અરજીમાં માત્ર ટ્રસ્ટીની નિમણૂક જ નહીં પરંતુ ટાટા ટ્રસ્ટની વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મેહલી મિસ્ત્રીએ આરોપ લગાવ્યો છે કે અમુક ટ્રસ્ટીઓએ નોમિની ડિરેક્ટર તરીકે કામ કરતી વખતે ટાટા ગ્રુપની કંપનીઓ પાસેથી મોટા નાણાકીય ફાયદા મેળવ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો